સામાન્ય રીતે વાલ્મીકિ રામાયણને રામકથાનો મૂળ ગ્રંથ માનવામાં આવે છે. આમ છતાં તુલસી રામાયણ; કંબન રામાયણ; કૃત્તિવાસ રામાયણ; ગિરિધર રામાયણ; અધ્યાત્મ રામાયણ; જૈન રામાયણ; બૌધ્ધ રામાયણ અને મુસ્લિમ રામાયણ સુદ્ધાં; અન્ય અનેક રામકથાઓ ઉપલબ્ધ છે. રામકથાઓની કુલ સંખ્યા લગભગ ત્રણસો જેટલી હોવાનું કહેવાય છે. આ બધી કથાઓમાં પરસ્પરનો છેદ ઉડાડી દે એવા વિસંવાદી કથાનકો છે. આ નવલકથામાં આ બધા વિસંવાદી કથાનકોને એવી રસપ્રદ રીતે ગૂંથીને સમગ્ર નવલકથાનો ઘટાટોપ રચવામાં આવ્યો છે કે પાયાના માનવીય મૂલ્યોનો જ પ્રતિઘોષ કરે છે. માણસમાં રહેલું અસ્તિવાચક તત્વ રામ છે અને એ જ માણસમાં રહેલું નાસ્તિવાચક તત્વ રાવણ છે. આમ તો અયોધ્યામાં રામનો વસવાટ હોય છે પણ કેટલીકવાર ત્યાં રાવણ છવાઇ જાય છે અને જે લંકામાં રાવણનું આધિપત્ય હોવું જોઇએ એ લંકામાં ક્યારેક રામ પણ પ્રગટે છે. આ નવલકથા ‚કુમાર‘ માસિકમાં ધારાવાહિક સ્વરુપે પ્રગટ થઈ હતી.
Medium: Audio Books
Bildformat:
Studio: Storyside IN
Erscheinungsdatum: