‚ગુણવંતરાય આચાર્યનનું વતન જામનગર ;જન્મ જેતલસરમાં પોલિસ સુપ્રિનટેન્ડન્ટ પિતાને ત્યાં . શૈશવનાં વર્ષો કચ્છ- માંડવી માં વીત્યા .રોજ શાળાએ જતાં માંડવી બંદરે દરિયાકિનારેથી જતાં દરિયાનો નાદ તેમને લાગ્યો અને ખલાસીઓ સાથે વહાણમા બસરા સુધીની ખેપ કરી ;વહાણની બાંધણીથી માંડી તેના એકે એક વિભાગની જાણકારી મેળવી . દરિયાને કોલ દીધો હોય એમ એક એકથી ચડિયાતી ઉત્કૃષ્ટ સાગરકથાઓ ગુજરાતને આપી .’સક્કરબાર ‚ ‚ હરારી ‚ , સરફરોંશ ‚ અને ‚સરગોસ ‚ આ ચાર પુસ્તકોની કથા શૃંખલા ગુરાતી સાહિત્યની શ્રેષ્ઠ રોમાંચક ;સાહસિક સાગરકથાઓ છે. જ્યારે મુગલ શહેનશાહત અને મરાઠી રિયાસત પડી ભાંગી ;ભારતનો દરિયાકાંઠો અસુરક્ષિત બની ગયો.ત્યારે આપસૂંઝથી એ કાંઠાના , રહેવાસીઓનાં ;વેપારનાં રક્ષણ કાજે માથે કફન બાંધી નીકળી પડેલા એક વલસાડી બાહ્મણ અમુલખ દેસાઇની આ કથા છે. ગુલામોનાં ક્રૂર વેપારીઓ , દરિયાઇ ચાંચિયાઓ અને પરદેશી સરકારના દલાલોની સામે દરિયામાં સામે પડેલા મરજીવાઓની આ કથાઓ ગુજરાત અને ગુજરાતીઓ પોચટ પ્રજા હોવાનો ભ્રમ ભાંગી સાચા ગુજરાતનું દર્શન કરવા માટે પણ આ કથા શ્રેણી અવશ્ય સાંભળશો . અનેક આપત્તિઓ; યુધ્ધો અનેક પરદેશી આક્રમણ સામે આ દેશને એક અવિભાજીત રાખ્યો હોય તો દરિયાલાલે. આપણો ભવ્ય ઇતિહાસ ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓમાં અહી સજીવન થાય છે .‘
Medium: Audio Books
Bildformat:
Studio: Storyside IN
Erscheinungsdatum: